વીર સાવકરના પૌત્ર રણજીત સાવરકરે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અંગે આપેલાં નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે ઈન્દિરા ગાંધીના વખાણ કર્યા હતાં અને વીર સાવરકરના અનુયાયી ગણાવ્યા હતાં. કારણ કે, તેમણે પાકિસ્તાનને ઝુકવા માટે મજબૂર કર્યુ હતું.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વીર સાવકરના અનુયાયી હતાઃ રણજીત સાવરકર - વીર સાવરકર અને ઇન્દિરા ગાંધીનું કનેક્શન
નવી દિલ્હીઃ વીર સાવરકરને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજકારણમાં ધમાસાણ ચાલી રહ્યું છે. કારણ કે, વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વખાણ કર્યા હતાં અને તેઓએ કહ્યું કે ઇન્દિરાએ વીર સાવરકરને સન્માનિત કર્યા હતાં.
રણજીત સાવરકર
આ ઉપરાંત રણજીતે AIMIMના સાંસદ અસુદ્દીન ઓવૈસીને સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાવરકર માનતા હતા કે, ઘરની બહાર કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન હોતું નથી. ફક્ત ભારતીય હોય છે અને ઓવૈસીએ આ વાતનું પાલન કરવું જોઈએ.આમ,રણજીતે વીર સાવરકરની વિચાર શૈલીની વાત કરતાં નેતાઓના નામ લીધા વિના શાબ્દિક ચાબખા માર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ચૂંટણીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સાવરકરને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.