પરંપરા અનુસાર, વર્તમાન મુખ્ય ન્યાયધીશ સરકારને પત્ર લખી તેમના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરે છે. જેને લઇને રંજન ગોગોઇએ આગામી ચીફ જસ્ટીસ માટે એસ.એ.બોબડેના નામની ભલામણ કરી છે. રંજન ગોગોઈએ 3 ઓક્ટોબરે ભારતના 46માં મુખ્ય ન્યાયધીશ તરીકે શપથ લીઘા હતાં.
રંજન ગોગોઈએ આગામી CJI માટે એસ.એ.બોબડેના નામની ભલામણ કરી - who is next chief justice of india
નવી દિલ્લીઃ ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી ભારતના આગામી મુખ્ય ન્યાયધીશના પદ માટે એસ.એ.બોબડેના નામની ભલામણ કરી છે.
ranjan-gogoi-suggest-bobde-s-name-for-next-cji
મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત થશે. તેમણે સેવાનિવૃત થયા પહેલા દક્ષિણ અમેરિકાના દેશો, મધ્ય પૂર્વ અને અન્ય દેશોની યાત્રા પર જવાનું હતું, જે તેઓએ અયોધ્યા ભૂમિ વિવાદના કેસ માટે રદ્દ કરી હતી.