રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, આખરે 'ઢોલની પોલ ખુલી ગઈ' જજપા-લોકદળ ભાજપની 'બી' ટીમ હતી અને હંમેશા રહેશે. જ્યારે ભાજપને સમાજના ભાગલા કરી સતા મેળવવી હોઈ તો ક્યારેક રાજકુમાર સૈની અને ક્યારેક જજપા-લોકદળ કઠપુતળી બની સાથે ઉભા રહી જાશે. જનતા હવે તો હકીકત જાણી ગઈ છે અને ઓળખી ગઈ છે.
ભાજપ-જેજેપી ગઠબંધન પર રણદીપ સુરજેવાલાનો કટાક્ષ, કહ્યું 'ઢોલની પોલ ખુલી ગઈ' - ભાજપ-જેજેપી ગઠબંધન
ચંડીગઢ: હરિયાણામાં સરકાર બનાવા માટે ભાજપ અને જેજેપીએ ગઠબંધનની જાહેરાત કર્યા બાદ હવે રાજકીય ગલીઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હરિયાણામાં ભાજપ અને જેજેપીના ગઠબંધનને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ જેજેપી પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, જેજેપીની પોલ ખુલી ગઈ છે.
![ભાજપ-જેજેપી ગઠબંધન પર રણદીપ સુરજેવાલાનો કટાક્ષ, કહ્યું 'ઢોલની પોલ ખુલી ગઈ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4872732-thumbnail-3x2-randeep.jpg)
randeep-surjewalas-attack-on-bjp-jjp-alliance
રણદીપ સુરજેવાલાએ સાથે જ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં દુષ્યંત ચૌટાલાની માઁ અને જેજેપીની વરિષ્ઠ નેતા નૈના ચૌટાલા કહી રહી છે કે, તે ભાજપ સાથે તેમનું ક્યારેય ગઠબંધન નહી થાય.રણદીપ સુરજેવાલાના ટ્વિટ બાદ હવે ટ્વિટ પર સતત લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. જેમાંથી કંઈક રણદીપ સુરજેવાલાનું સમર્થન કરી રહ્યા છે તો કંઈક રણદીપ સુરજેવાલા પર જ નિશાન સાધી રહ્યા છે.