જયપુરઃ ભારત - ચીન સીમા વિવાદને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, ચીની સેનાના હુમલામાં ભારતના 20 જવાનો શહીદીથી દેશમાં ગમગીની છવાઇ છે. આપણા જે સૈનિક ભાઇઓએ ભારતમાતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી છે, તેના પર આપણને ગર્વ છે.
PMએ સાધ્યું મૌન
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા સુરજેવાલાએ કહ્યું કે, વડા પ્રધાન મોદીએ તેના પર મૌન સાધ્યું છે. કોંગ્રેસ વારંવાર પૂછી રહી છે કે, આખરે સ્થિતિ શું છે, પરંતુ મોદી આ અંગે વાત કરવા તૈયાર નથી. આપણી સેનાના પૂર્વ અધિકારી પણ કેટલાય દિવસોથી આ વાતને લઇને આગાહ કરી રહ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારને તો માત્ર સત્તાથી પ્રેમ છે, દેશથી નહીં.
જનતાથી સત્ય છુપાવવામાં આવી રહ્યું છે
તેમણે કહ્યું કે, વડા પ્રધાન માટે સત્તા એક માત્ર ઉદ્દેશ છે. દેશ કંઇ પણ નથી. જનતાથી બધુ જ છુપાવવામાં આવી રહ્યું છે. સુરજેવાલાએ રક્ષા પ્રધાનને પ્રશ્ન કરતા કહ્યું કે, શું રક્ષા પ્રધાનની પાસે વીર સપૂતો, તેમની પત્નીઓ અને બાળકો માટે કોઇ જવાબ છે.