જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ધમાસાણ વચ્ચે પક્ષો એક બીજા પર નિવેદન બાજી કરી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પ્રવક્તાએ વડા પ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. પત્રકાર પરિષદમાં પ્રવકતા સુરજેવાલાએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીની રાજનીતી નિષ્ફળ રહ્યાં બાદ તેને ધારાસભ્ય કૃષ્ણા પૂનિયાના એક સ્થળ પર દરોડો પાડવા CBIને મોકલી હતી. જે ધારાસભ્યો પર દબાણ વધારવાનો એક નુસ્ખો છે.
રણદીપ સુરજેવાલાએ રાજસ્થાનમાં EDએ પાડેલા દરોડા પર કેન્દ્ર સરકારને દોષીત ઠેરવી - અગ્રસેન ગેહલોત
રાજસ્થાનમાં ચાલી રહેલી ધમાસાણ વચ્ચે કોંગ્રેસ પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ વડા પ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતાં.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, દિલ્હીમાં સત્તા પર બેઠેલા હુકુમ રામ એટલા અહંકારી થઇ ગયા છે કે, તેનું માનવું છે કે, દિલ્હીમાં બાદશાહ ઇચ્છે ત્યારે કોઇને પણ દબાવી શકે છે. બોખલાઇ ગયેલી કેન્દ્ર સરકાર આજે મુખ્ય પ્રધાનના મોટા ભાઇ અગ્રસેન ગેહલોતના ઘર પર EDની કાર્યવાહી કરાવી રહી છે.
સુરજેવાલાએ વધુમાં જણાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર આ ષડયંત્રમાં સફળ નહીં થાય, તેઓએ હવે જનતાને પડકાર આપ્યો છે. જ્યારે તમામ નુસખાઓ અસફળ રહ્યા, ત્યારે અગ્રસેન ગેહલોતના ઘરે દરોડ પાડવા ED પહોંચી છે. વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં દરોડાનું રાજ કર્યુ છે.