નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ એક વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું કે, કૉંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરનારાઓનો સમૂહ એક્સપોઝ થઇ ગયો છે. તેમણે કહ્યું કે, ‘એક સમૂહે કૉંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, તે સમૂહ આજે એક્સપોઝ થઇ ગયો છે. એક મહિલા હતી, જે મુખ્યપ્રધાનનો ચહેરો હતો અને એક વ્યક્તિ હતો જેમણે ફેક CAG રિપોર્ટ આપ્યો હતો. આ સિવાય એક વ્યક્તિ હતો દાઢીવાળો, જે આજે દેશના વડાપ્રધાન છે.’
કૉંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરનારો સમૂહ એક્સપોઝ થઇ ગયોઃ રણદીપ સુરજેવાલા - ભારતીય જનતા પાર્ટી
કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ એક વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું કે, કૉંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરનારાઓનો સમૂહ એક્સપોઝ થઇ ગયો છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાકોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા
વર્ચ્યુઅલ મીટિંગમાં રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ‘દેશ આજે જુદી-જુદી પરિસ્થિતિઓમાં પસાર થઇ રહ્યો છે. વડાપ્રધાન અને સરકારે આ દેશને આત્મનિર્ભર પર છોડી દીધો છે. નોકરીઓ જઇ રહી છે, ચીને કબ્જો કર્યો છે. હવે દેશ કૉંગ્રેસની તરફ જોઇ રહ્યો છે. ગોદી મીડિયાના અમારા મિત્રો જે BJPના ઇશારા પર સમાચાર છાપી રહ્યા છે, જેના કારણે દેશની જનતાને ભ્રમિત કરી શકાય.’ આ વાત તેમણે મીટિંગમાં કૉંગ્રેસ નેતા રાજીવ સાતવને જવાબ આપતા કહ્યું હતું.