ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધોનીની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીની તપાસ માટે રાંચી પોલીસ કચ્છ આવશે - Ratu police station in Ranchi

ક્રિકેટ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીને સોશિયલ મીડિયા પર ધમકી દેવાના આરોપમાં પોલીસે કચ્છમાંથી એક શખ્સની ધરપકડ કરી છે. આ મામલે રાંચીના રાતૂ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

dhoni-daughter
ધોનીની પુત્રીને ધમકાવવાના આરોપીને લાવવા માટે રાંચી પોલીસ આજે કચ્છમાં આવશે

By

Published : Oct 12, 2020, 6:17 PM IST

Updated : Oct 12, 2020, 7:00 PM IST

રાંચીઃ ધોનીની પુત્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે IP-Address દ્વારા આરોપીને શોધી કાઢ્યો છે. આરોપીની ધરપકડ માટે રાંચી પોલીસના 2 સભ્યોની ટીમ રાજ્યના કચ્છ જિલ્લામાં સોમવારે સાંજે પહોંચશે અને ત્યાં પહોંચ્યા બાદ આરોપીની તપાસ હાથ ધરવામાં આવશે.

જો કે, આરોપી સગીર છે, જેથી મેડિકલ ટીમ દ્વારા તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ધોનીની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર આરોપીની તપાસ માટે રાંચી પોલીસ કચ્છ આવશે

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 157 રન બનાવી શકી હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સે 10 રનથી આ મેચ જીત્યો હતો. જેથી નારાજ આ સગીરે સોશિયલ મીડિયા પર કેપ્ટન મહેન્દ્વસિંહ ધોનીને ધમકી આપી હતી અને તેની પુત્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચોઃમહેન્દ્રસિંહ ધોનીની પુત્રી પર બીભત્સ કોમેન્ટ કરનારો ઇસમ ઝડપાયો, કચ્છના 17 વર્ષીય સગીરનું કારસ્તાન

મહત્વનું છે, કે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના સોશિયલ મિડિયા અકાઉન્ટમાં ધોનીની પુત્રી પર બીભત્સ કોમેન્ટ કરનારા એક 17 વર્ષીય સગીરની તાજેતરમાં કચ્છ પોલીસે અટકાયત કરી છે. ત્યારે ક્રિકેટ જગતમાં ભારે ચકચાર જગાવનારા આ કિસ્સાની વધુ તપાસ માટે રાંચી પોલીસ સોમવારે કચ્છ આવી રહી છે. જ્યા પોલીસ આરોપીની તપાસ હાથ ધરશે.

Last Updated : Oct 12, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details