નવી દિલ્હીઃ કોરોનાના કારણે લોકડાઉનની સૌથી મોટી અસર ગરીબ અને દૈનિક મજૂરો પર પડી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને સ્પષ્ટ કરી દીધું કે, દેશમાં અનાજની અછત નથી. તેમણે આશ્વાસન આપીને કહ્યું કે, આ લોકડાઉન દરમિયાન કોઈ ભૂખ્યું રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓ અને આ વાઇરસથી મરનારાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 14 એપ્રીલના રોજ લોકડાઉનના 21 દિવસ પૂર્ણ થઇ જશે, પરંતુ લોકડાઉન આગળ વધવાની સંપૂર્ણ સંભાવના દેખાઈ રહી છે.
લોકડાઉન દરમિયાન કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું તે, દેશમાં અનાજની અછત નથી.
તેમણે કહ્યું કે, તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે, તે ફકૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) પાસેથી પોતાને મળવાપાત્ર આનાજ મેળવી લો.
તેમણે કહ્યું કે, સાચા સમયે દરેક સ્થળે અનાજ પહોંચાડવા માટે FCIના અધિકારી, કર્મચારી અને 80 હજારથી વધુ મજૂર કામ કરી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન કોઈ ભૂખ્યું ન રહે અને કોઈને ખાવા-પીવાની સમસ્યા ન રહે, તે માટે અમે કામગીરી કરી રહ્યાં છીંએ.
તેમણે કહ્યું તે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ PHH અને અંત્યોદય યોજના અંતર્ગચ આવનારા ત્રણ મહિના એપ્રિલ, મે, જૂન માટે વધારાના મફત 5 કિલો ચોખા, એક કિલો દાળ દરેક વ્યક્તિને સસ્તા અનાજની દુકાનમાંથી મળશે.
ઉલ્લેખનીય છે કે, અંત્યોદય યોજના હેઠળ આવનારા પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મળે છે, પરંતુ આ સંકટની સ્થિતિમાં ત્રણ મહિના સુધી તેમને અલગથી મફત 5 કિલો ચોખા અને 1 કિલો દાળ મળશે.