નવી દિલ્હી / ગાઝિયાબાદ: દિલ્હીના નવાડામાં કામ કરતા મજૂર રામપૂકરની વાર્તા આંખોમાં આંસુ લાવી દે એવી છે. મૂળ બિહારના બેગૂસરાના રામપૂકરને દિલ્હીમાં ખબર પડી કે, તેનું 8 મહિનાના માસૂમ બાળકનું મોત થયું છે. આ પછી તે પગપાળા ઘરે જવા નીકળ્યો હતો. પરંતુ 3 દિવસ સુધી ગાઝીપુર ફ્લાયઓવરની નીચે દિલ્હી અને યુપીની સરહદ પાસે બેઠો હતો. પોલીસે તેમને આગળ જવા દીધા નહીં.
આમ, 2 દિવસ સુધી ખોરાક મળ્યો, પરંતુ ત્રીજા દિવસે કોઈએ ખોરાક આપ્યો નહીં. રામપૂકરે આરોપ લગાવ્યો હતો કે, શરૂઆતમાં પોલીસે બોર્ડર પર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે કોઈને તેના પર દયા ન આવે ત્યારે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલે એને સાંભળ્યો અને કોન્સ્ટેબલે પૂર્વ દિલ્હીના ડીએમ અરૂણકુમાર મિશ્રાને રામપૂકરની વાર્તા કહી હતી.