ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેમન મૈગ્સેસ એવોર્ડ 2019: એક ભારતીય સહિત અન્ય પાંચની પસંદગી

મનીલા: એશિયામાં સમાજ માટે ઉત્તમ કામ કરતા લોકોને રેમન મૈગ્સેસ એવોર્ડથી સન્માનિત કરવામા આવે છે. આ એવોર્ડને એશિયાનો નોબેલ પ્રાઈઝ પણ કહેવામાં આવે છે. આ વર્ષે પાંચ લોકોને આ એવોર્ડ આપવામાં આવશે.

file

By

Published : Aug 2, 2019, 7:50 PM IST

આ માટે વિજેતાઓની પસંદગી કરી લેવામાં આવી છે. પસંદ થયેલા લોકોમાં ભારતીય પત્રકાર રવીશ કુમાર, મ્યાનમારથી સ્વે વિન, થાઈલેન્ડથી અંગખાના નીલાપાઈજીત, ફિલીપાઈન્સથી રૈયમુંડો પુંજતે અને દક્ષિણ કોરિયાથી કિન જોંગ પણ સામેલ છે.

આ અગાઉ પણ અનેક ભારતીયોને આ પુરસ્કાર મળી ચૂક્યો છે. વર્ષ 2018માં ભારતમાંથી બે લોકોને આ એવોર્ડ મળ્યો હતો. વિજેતાઓમાં શિક્ષણ ક્ષેત્રે સોનમ વાંગચૂક તથા મુંબઈના ડોક્ટર ભારત વાટવાનીનો પણ સમાવેશ થાય છે.

આચાર્ય વિનોબા ભાવે આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા સૌ પ્રથમ ભારતીય હતી. પહેલી મહિલા ભારતીયની વાત કરીએ તો આ પુરસ્કાર સૌથી પહેલા મધર ટેરેસાને મળેલું છે.

રેમન મૈગ્સેસ એવોર્ડ 2019

તો પત્રકારત્વની દુનિયામાં અગાઉ આ પુરસ્કાર અમિતાભ ચૌધરી, બીજી વર્ગીઝ, અરુણ શૌરી, આર કે. લક્ષ્મણ તથા પી સાંઈનાથને મળેલો છે. અત્યાર સુધીમાં 40 ભારતીયોને આ પુરસ્કાર મળી ચૂક્યો છે.

રેમન મૈગ્સેસ પુરસ્કાર એક વાર્ષિક પુરસ્કાર છે, આ પુરસ્કાર ફિલિપીનના પૂર્વ રાષ્ટ્રપતિ રેમન મૈગસેસેની યાદમાં આપવામાં આવે છે. એપ્રિલ 1957માં ફિલિપીન સરકારની સહમતીથી આ પુરસ્કાર ન્યૂયોર્કમાં રૉકફેલર બ્રધર્શ ફેડના ટ્રસ્ટીઓએ સ્થાપના કરી હતી.

હકીકતમાં જોવા જઈએ તો આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે, જેણે સત્તાની સામે ઈમાનદારી, લોકો માટે સાહસી સેવા તથા લોકતાંત્રિક સમાજમાં આદર્શવાદની પ્રેરણ પુરી પાડી હોય.

ABOUT THE AUTHOR

...view details