ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ પૂરપીડિતોની વહારે આવ્યુ રામોજી ગ્રુપ, 124 આવાસની ડિસેમ્બરમાં કરાશે ફાળવણી - Kerala Flood

કેરળઃ મુખ્યપ્રધાન પિનરઈ વિજયાન 8 ડિસેમ્બરે કેરળના અલાપ્પુઝામાં પૂર પીડિતો માટે રામોજી ગ્રૂપે બનાવેલા 121 આવાસો અસરગ્રસ્તોને સોંપશે. મહિલા કુદુમબશ્રીની બાંધકામ શાખા દ્વારા નિયત સમય પૂર્વે આ તમામ મકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. કેરળમાં પૂર પીડિતો માટે સૌથી ઝડપી મકાન બાંધકામનો પ્રોજેક્ટ હોવાનો રેકોર્ડ પણ નોંધાયો છે.

RFC RAMOJI FIL CITY રામોજી ફિલ્મ સીટી રામોજી રાવ Kerala Flood Victims Kerala Flood Victims

By

Published : Nov 14, 2019, 3:53 PM IST

Updated : Nov 14, 2019, 7:04 PM IST

કુદુમ્બશ્રી એકમ દ્વારા મકાનનું નિર્માણ ફક્ત 40 દિવસમાં પૂર્ણ થયું હતું. જિલ્લા સબ કલેક્ટર વી.આર.કૃષ્ણ તેજાના માર્ગદર્શન હેઠળ મકાનો જમીન સ્તરથી બે મીટરની ઉંચાઇ પર બનાવવામાં આવ્યા છે. જેથી ફરીથી પૂરમાં આ પ્રકારના ઘરો ગરકાઉ ન થાય. પૂરમાં અસરગ્રસ્ત લોકો માટે શરૂઆતમાં 117 ઘરોની યોજના બનાવવામાં આવી હતી, ત્યારબાદ બાંધકામ યોજના 123 મકાનો સુધી પહોંચી છે. ઘર અત્યાધુનિક તકનીકી મદદથી ગુણવત્તાયુક્ત કાચા ઉત્પાદનો અને આર્થિક ધોરણની ખાતરી આપીને બનાવવામાં આવ્યા છે.

કેરલ પૂરપીડિતોની વ્હારે રામોજી ગ્રુપ, 124 આવાસની ડિસેમ્બરમાં કરાશે ફાળવણી

બાંધકામ ક્ષેત્રના નિંષ્ણાતો સમુદ્ર સપાટીથી નીચે આવેલા કુટ્ટનાદમાં સમાન ગુણવત્તાવાળા મકાનોની માગ પણ કરે છે. મુખ્યપ્રધાન સાથે, અનેક મંત્રીઓ, રાજકીય આગેવાનો, ફિલ્મ અને સાંસ્કૃતિક હસ્તીઓ પણ બરબાદ થયેલા જીવનની ચાવી ભેટ આપવાના ઉદઘાટન સમારોહની સાક્ષી બનશે.

Last Updated : Nov 14, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details