હૈદરાબાદઃ રામોજી ફિલ્મ સીટીમાં ઈટીવી નું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ, ઈટીવી ભારતના CEO કે. બપ્પી નાયડુ, ફિલ્મ સીટીના નિદેશક રામ મોહન રાવ અને ઈટીવી ભારતના MD બૃહતી ચેરુકરી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
આ તકે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે કહ્યું હતું કે, "આજે ઈટીવી ને 25 વર્ષ પુર્ણ થયા છે. આ દિવસથી જ તેલુગુ દર્શકોએ ઈટીવી ચેનલને આપનાવ્યું હતું. દર્શકોએ ઈટીવીને ખુબ જ પસંદ કર્યુ છે. તમારુ સંરક્ષણ અને તમારો આશિર્વાદ અમારા માટે ખુબ જ મુલ્યવાન અને અનમોલ છે. આ સમગ્ર દુનિયામાં તેલુગુ લોકોની જીત છે. આ એક ગૌરવની વાત છે. આ ઈતિહાસ તમારો છે. આના માટે હું તમામ લોકોનો આભારી છુ. જ્યારે એક બાળકનો જન્મ થાય છે, તે આપણી આંખ સામે મોટુ થાય તેવો આનંદ થઈ રહ્યો છે જેને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે."
ઈટીવી ના ચેરમેન રામોજી રાવે દર્શકો અને સ્ટાફનો આભાર કર્યો વ્યક્ત તેમણે વધુમાં કહ્યું કે, " જે દિવસે અમે ઈટીવી શરૂ કર્યુ ત્યારે મે કહ્યું હતું કે ઈટીવીમાં પ્રસારિત થતા કાર્યક્રમો સારા અને સ્વસ્થ હશે. ઈટીવી એ આજ સુધી આ સિદ્ધાંત સાથે પ્રમાણિકતાથી કામ કર્યુ છે. જીવનમાં આગળ વધવા માટે નવા નવા પ્રયોગો કરવા જરુરી છે. નવા વિચારોનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ એનો મતલબ એ નથી કે આપણે ગમે તે નવી વસ્તુને આમંત્રણ આપવું જોઈએ. તે ઘણીવાર પ્રતિકુળ પણ સાબિત થઈ શકે છે. ઈટીવી એ આ તથ્યોને મહેસુસ કર્યા છે અને તેને અનુસર્યા પણ છે. તેને કારણે જ આજે ઈટીવી એક પારિવારિક ચેનલના રુપમાં તમારુ સંરક્ષણ કરે છે અને શુભકામનાઓ મેળવે છે."
આ સાથે જ ઈટીવી સામે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કરતાં રામોજી રાવે કહ્યું કે," હું એ તમામ લોકોનો આભાર માનું છે, જેનું ઈટીવીની સફળતામાં યોગદાન છે. જેમાં અભિનેતા, લેખક, નિર્દેશક, ટેક્નોલોજી વિશેષજ્ઞ, કેબલ ઓપરેટર અને વિજ્ઞાપનદાતા તથા ઈટીવી એક્સ્યુઝિવ ગ્રુપ અને સ્ટાફ સામેલ છે. આ લોકોની મહેનતના પરિણામે આજે ઈટીવી સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યું છે. "