હૈદરાબાદ: રામોજી ગ્રુપ ભારે વરસાદથી ઝઝૂમી રહેલા હૈદરાબાદના પીડિતોને મદદ કરવા આગળ આવ્યું છે. રામોજી ગ્રૂપ ઓફ કંપનીના ચેરપર્સન રામોજી રાવે છેલ્લા કેટલાક દિવસોથી હૈદરાબાદમાં પડેલા ભારે વરસાદથી પીડિતોને સહાય માટે 5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
ગુરુવારે રામોજી ગ્રુપે આ રકમનો ચેક તેલંગણા આઈટી અને મ્યુનિસિપલ પ્રધાન કે.ટી. રામા રાવને આપ્યો હતો.
આ પણ વાંચો: COVID-19: EENADU ગ્રુપના ચેરમેન રામોજી રાવે આંધ્ર અને તેલંગાણા રાજ્ય માટે 10-10 કરોડનું દાન આપ્યું
આ પણ વાંચો: તેલંગાણામાં અનરાધાર: 50 લોકોના મોત અને 5000 કરોડનું નુકસાન, મુખ્યપ્રધાનની વડાપ્રધાનને સહાયની અપીલ
છેલ્લા કેટલાક દિવસોથી તેંલગાણા અને આંધ્રપ્રદેશમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તેલંગાણાના હૈદરાબાદમાં પૂરની સ્થિતિ છે. તેમજ કરોડોનું આર્થિક નુકસાન પણ થયું છે. ત્યારે આ સ્થિતિને પહોંચી સીએમ રિલીફ ફંડમાં અનેક લોકો સહાય કરી રહ્યાં છે. રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે તેલંગાણા CM રિલીફ ફંડને 5 કરોડની સહાય કરી છે.
આ પણ વાંચો