અયોધ્યા: સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સુતક લાગી ગયું હતું. આ સ્થિતિમાં રામ નગરીનાં બધાં મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. લગભગ 3 કલાકનું પૂર્ણ સૂર્યગ્રહણ સમાપ્ત થયું. બપોરના 2 વાગ્યા પછી મંદિરોને ધોવામાં આવ્યા હતા. આ સાથે રામ નગરીના તમામ મંદિરોમાં સ્થાપિત દેવી-દેવતાઓને પવિત્ર જળથી સ્નાન કરવામાં આવ્યું હતું. જે બાદ મંદિરો ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.
સૂર્યગ્રહણ બાદ અયોધ્યા મંદિરના કપાટ ખોલાયા, ભક્તોએ કર્યા દર્શન - રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર
સૂર્યગ્રહણ બાદ શ્રીરામ ભગવાનના ભક્તો દર્શન કરી રહ્યા છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે, ગ્રહણ પછી આખું વાતાવરણ ઉદાસીનતાભર્યું થઈ જાય છે. દેવતાઓના સ્નાન કરાવ્યાની સાથે મંદિરના પરિસરને પણ ધોવામાં આવ્યું હતું. જે બાદ હવે શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન કરી રહ્યા છે.
ગ્રહણ મોક્ષ સ્નાનને માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પવિત્ર તળાવમાં સ્નાન કર્યા બાદ ભક્તોએ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. ભક્તોની ભીડને ધ્યાનમાં લઈને પ્રશાસન સંપૂર્ણ સજાગ હતો. મર્યાદિત સંખ્યામાં મંદિરોમાં લોકોને દર્શન માટે જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, તમામ મોટા મંદિરોની આસપાસ સુરક્ષાની સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, ગ્રહણ દરમિયાન દૂષિત કિરણોની અસરને કારણે આખું વાતાવરણ ઉદાસીનતાભર્યું થઈ જાય છે. આવી સ્થિતિમાં, મંદિરોને પાણીથી ધોવા મહત્વપૂર્ણ છે. બપોરે બે વાગ્યે ગ્રહણ સમાપ્ત થયા પછી રામલલાનું ગર્ભગૃહ ધોવામાં આવ્યું હતું. મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું હતું. નવા વસ્ત્રો પહેરાવ્યા બાદ ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું મુકાયું હતું.