જયરામ રમેશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોદી અને અમિત શાહ પોતાના વિરોધી સામે ઘા કરવા માટે નવું ત્રિશૂલ મળ્યું છે. આ ત્રિશૂલની ત્રણ ધાર છે. એક ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ. પોતાના વિરોધીઓ માટે તેઓ આ ત્રણેય ધારનો ઉપયોગ કરે છે. કોંગ્રેસ તેનો વિરોધ કરે છે અને સંવિધાનના માર્ગદર્શન હેઠળ આવુ કરતા રહીશું.
વિરોધીઓ પર પ્રહાર કરવા મોદી-શાહ 'ત્રિશૂલ' વાપરી રહ્યા છે: જયરામ રમેશ - વિરોધીઓ પર પ્રહાર કરવા
ગુવાહાટી: કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર વિરોધીઓ પર પ્રહારો કરવા માટે થઈ ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ વિભાગ મળીને ત્રિશૂલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
jayram ramesh latest news
તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે, એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલનો ઉપયોગ દેશના ભાગલા કરવા અને ધાર્મિક આધાર પર સમાજમાં ધુવ્રીકરણ ફેલાવવા માટે રાજકીય હથિયાર તરીકે વાપરી રહ્યા છે.
જણાવી દઈએ કે, જયરામ રમેશ આસામમાં એનઆરસી અને સીએબી પર આઠ પૂર્વોત્તર રાજ્યોમાં પાર્ટી કાર્યકર્તાઓ અને લોકોને મળતી રહેતી 6 સભ્યોની કોંગ્રેસ ટીમના સભ્ય હતા. આ ટીમનું નિર્માણ સોનિયા ગાંધી હતા.