ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાને PoKને ભારતને સોંપી દેવુ જોઈએઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે - પાકિસ્તાન

ચંડીગઢઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે શુક્રવારે પાકિસ્તાન અંગે આકરુ નિવેદન કર્યુ છે. અઠાવલેએ કહ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમારી સાથે વાત કરવા માગે છે. પરંતુ, પાકિસ્તાને PoKને ભારતને સોંપી દેવુ જોઈએ.

પાકિસ્તાને PoKને ભારતને સોંપી દેવુ જોઈએઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે

By

Published : Sep 14, 2019, 11:50 AM IST

અઠાવલેએ કહ્યું હતું કે,' પાકિસ્તાનનો કાશ્મીર ઉપર કોઈ અધિકાર નથી. તેમણે તેની ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યો છે.'

તેમણે ઉમેર્યુ હતું કે, ' ભારતે 370ની કલમને નાબુદ કરી ક્રાંતિકારી પગલું ઉઠાવ્યુ છે. આવનારા પાંચ વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક પ્રમાણમાં વિકાસ કરાશે'

આ ઉપરાંત અઠાવલેએ જણાવ્યુ હતું કે, ' દુનિયાનો કોઈપણ દેશ પાકિસ્તાનને સહયોગ નથી આપતો. પાકિસ્તાને PoKને અમને સોંપી દેવુ જોઈએ. ભારત ત્યાં ઘણા ઉદ્યોગો લગાવશે. ભારત પાકિસ્તાનને વેપારમાં મદદ કરશે અને ગરીબી તેમજ બેરોજગારી દુર કરવામાં સહયોગ આપશે'

ABOUT THE AUTHOR

...view details