ગત 12 જૂલાઈના રોજ તેમની હાર્ટની બિમારીને કારણે દિલ્હીમાં ભરતી કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં ભરતી કરાયા હતાં જ્યાં તેમની હાલત ઘણી નાજૂક જણાવામાં આવી હતી. અહીં એંજિયોપ્લાસ્ટિકની સારવાર દરમિયાન તેમની તબિયત વધારી બગડી હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. ત્યારથી તેમની હાલત ઘણી નાજૂક બતાવામાં આવી રહી હતી. ત્યાર બાદ આજે તેમનું નિધન થઈ ગયું હતું.
LJP પ્રમુખ રામવિલાસ પાસવાનના ભાઈનું નિધન - ramchandra paswan
ન્યૂઝ ડેસ્ક: બિહારના સમસ્તીપુરથી લોક જનશકિત પાર્ટીના સાંસદ અને પાર્ટી અધ્યક્ષ રામવિલાસ પાસના ભાઈ રામચંદ્ર પાસવાનનું દિલ્હીમાં અવસાન થયું છે. આ અંગેના જાણકારી તેમના મીડિયા પ્રભારી ઉમાશંકર મિશ્રાની ટીમ દ્વારા આપવામાં આવી છે.
file
આપને જણાવી દઈએ કે, રામચંદ્ર પાસવાન 2019 લોકસભામાં બે લાખથી પણ વધુ મતથી જીત્યા હતાં. વિતેલા 2 ટર્મથી તેઓ સમસ્તીપુરથી સાંસદ છે. લોજપામાં દલિત સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.