ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના રામભક્તે 613 કિલોનો વિશાળ ઘંટ રામ મંદિરને આપ્યો ભેટ - Shri Ram Janmabhoomi Tirth Kshetra Trust

ભૂમિપૂજન બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયું ત્યારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અલગ-અલગ રામલલાને વિવિધ ભેટ અર્પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાની ભેટ અર્પણ થઇ ગઇ છે. ત્યારે તમિલનાડુના રામભક્તે 613 કિલોનો વિશાળ ઘંટ રામ મંદિરને ભેટ આપ્યો છે. જેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સાભળી શકાશે.

Ayodhya news
Ayodhya news

By

Published : Oct 7, 2020, 2:28 PM IST

ચેન્નાઇ: બુધવારના રોજ તમિળનાડુના રામેશ્વરમથી 4500 કિમીની યાત્રા કરી 613 કિલોના ઘંટની રામલલાને ભેટ આપી છે. આ ઘંટની ખાસીયત એ છે કે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાય છે.

રામેશ્વરમથી 17 સપ્ટેમ્બરે નીકળેલી રામ રથયાત્રા બુધવારે 21 દિવસમાં 10 રાજ્યો થઈને અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં કુલ 18 લોકો જોડાયા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરે પૂજા કર્યા બાદ તમિલનાડુની મહિલા રાજલક્ષ્મી મંદાએ રામ મંદિર ટ્રસ્ટ સમક્ષ આ ઘંટ ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ, મ્યુનિસિપલ ધારાસભ્ય, મેયર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details