ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અને એન્કાઉન્ટર કરતાં પહેલા મહિલા ઓફિસરના આ શબ્દો...વીડિયો થયો વાઈરલ - રામબન એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં શનિવારના રોજ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીને ઠાર કર્યા હતા. જેમાં અથડામણ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રામબન SSP અનીતા શર્મા આતંકીઓને સરેન્ડર કરવાની વાત કરી રહ્યા છે. અનીતા શર્મા આતંકીઓને કહિ રહ્યા છે કે, 'ઓસામા સરેન્ડર કરી દે. તને 15 મિનિટ આપવામાં આવે છે. બહાર આવી જા'

Ramban encounter

By

Published : Sep 29, 2019, 3:20 PM IST

પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ, રામબનના બટોટ વિસ્તારમાં 5 આતંકીઓ હાજર હોવાની સૂચના મળી હતી. જેમાંથી ત્રણ એક ઘરમાં છૂપાઈ ગયા હતા. આતંકીઓએ એક નાગરિકને બંધક બનાવ્યો હતો. પોલીસ, સેના અને CRPFએ વિસ્તારનો ઘેરાવો કર્યો અને લગભગ 4 કલાક ચાલેલી અથડામણ બાદ બંધકને છોડાવ્યો હતો.

પોલીસ ઓફિસરનો આતંકીઓને શરણાગતિનું સ્વીકાર કરવાનું કહેતો વીડિયો વાયરલ

ગોળીબારી અને અથડામણમાં નાયક રાજેન્દ્ર સિંહ શહીદ થયા હતા. જ્યારે અન્ય 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા. જણાવી દઈએ કે, નાયક રાજેન્દ્ર સિંહ રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા. તેમના પાર્થિવ દેહને આજે તેમના વતને પહોંચાડવામાં આવશે. નાયક રાજેન્દ્ર સિંહ જૈસલમેરના મોહનગઢમાં રહેતા હતા.

ABOUT THE AUTHOR

...view details