પટના: લોક જનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી બિમાર રહેલા રામ વિલાસ પાસવાનની શનિવારે દિલ્હીમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ માહિતી તેમના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન દ્વારા આપવામાં આવી છે. રામવિલાસ પાસવાન છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
રામ વિલાસ પાસવાનની મોડી રાત્રે હાર્ટ સર્જરી કરાઇ
લોક જનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી બિમાર રહેલા રામ વિલાસ પાસવાનની શનિવારે દિલ્હીમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ માહિતી તેમના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન દ્વારા આપવામાં આવી છે. રામવિલાસ પાસવાન છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગઈકાલે (શનિવાર) તેમની તબિયત અચાનક વધુ ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ ચિરાગ પાસવાન અચાનક સંસદીય પાર્ટીની બેઠકમાંથી નીકળી ગયા હતા.
શનિવારે મોડી રાત્રે રામવિલાસ પાસવાનના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ વિશે માહિતી આપતા ચિરાગે લખ્યું કે, "છેલ્લા ઘણા દિવસોથી પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગઈકાલે સાંજે અચાનક તેમના હૃદયનું ઓપરેશન કરવું પડ્યું હતું. જોકે ડોક્ટરોને જરૂરી લાગશે ત્યારે થોડા અઠવાડિયા પછી એક વધુ સર્જરી કરવી પડી શકે છે. સંકટની આ ઘડીમાં મારા પરિવાર સાથે ઉભા રહેવા બદલ તમારો આભાર."
છેલ્લા ઘણા દિવસોથી રામવિલાસ પાસવાનની તબિયત ખરાબ છે. લોક જનશક્તિ પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક શનિવારે સાંજે થવાની હતી, પરંતુ તે દરમિયાન, રામવિલાસ પાસવાનની તબીયત વધુ ખરાબ થતા ચિરાગ પાસવાન બેઠક સ્થગિત કરીને હોસ્પિટલ પહોચ્યા હતા.