અયોધ્યાઃ ભગવાન રામના જન્મ સ્થળ પર 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિર સ્થાપત્ય કળાનો ઉત્તમ ઉદાહરણ બનશે. આ મંંદિર પ્રસિદ્ધ આર્કિટેક ચંદ્રકાંત સોમપુરા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ મોડેલ રામ મંદિરને ભૂકંપની અસર થશે નહીં. જો આર્કિટેક્ટનું માનવામાં આવે તો આ રામ મંદિરને 10 રિક્ટર સ્કેલની તિવ્રતાના ભૂકંપની અસર થશે નહીં.
રામ મંદિર સમર્થકો, સંતો અને મહંતોની માગને ધ્યાનમાં રાખીને રામ મંદિરને પૌરાણિક શૈલીમાં બનાવવામાં આવશે. 2 એકરના વિસ્તારમાં રામલલાનું મંદિર બનશે. જ્યારે 67 એકર વિસ્તારમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મંદિરનું આયુષ્ય વધારવા માટે 200 ફુટ ઉંડો ખાડો કરી માટીની તપાસ કરવામાં આવશે.