મામલાની સુનાવણી કરી રહેલા બંધારણીય બેંચના વકિલ રાજીવ ધવને કહ્યું કે, આ મામલામાં સંબધિત હસ્તક્ષેપ અને રિટ પિટીશનના મામલામાં પેન્ડીંગ છે. મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, આ મામલા પર વિવિધ પાસાં પર ધ્યાન આપશે, પહેલા મામાલાની સુનાવણી થવા દો, મામલાની સુનાવણી ભાજપનેતા સુબ્રમણ્ય સ્વામી પણ હાજર રહ્યા હતા.
અયોધ્યા જમીન વિવાદ: સુપ્રીમ કોર્ટ 6 ઓગષ્ટથી રોજ સુનાવણી કરશે - રામ મંદિર બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ
નવી દિલ્હી: રામ મંદિર-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીને 31 જુલાઈસ સુધીનો સમય આપ્યો હતો. ચીફ જસ્ટિસ સહિત સુપ્રીમ કોર્ટે 5 જજની સંવિધાન પીઠ સમિતિનો રિપોર્ટ પર સુનાવણી કરતા કહ્યું કે, મધ્યસ્થી નિષ્ફળ રહી છે. અયોધ્યા વિવાદ પર રોજ 6 ઓગષ્ટથી સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે 18 જૂલાઈના મધ્યસ્થી સમિતિને હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે સહમતિ બનાવવા માટે 31 જુલાઈ સુધી વાતચીત ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા પહેલા દિલ્હી સ્થિત ઉત્તર પ્રદેશ સદનમાં મધ્યસ્થી કમેટીની બેઠક મળી હતી. અયોધ્યા ભૂમિ વિવાદને સહમતિથી હલ કરવા માટે આ અંતિમ પ્રયત્ન હતો.
સુપ્રીમ કોર્ટે 8 માર્ચ મહત્વનો નિણર્ય લેતા વિવાદિત ભૂમિના સમગ્ર પક્ષો સાથે વાત કરવા માટે 3 સભ્યોની મધ્યસ્થતા કમેટીનું ગઠન કરી આ વિવાદ પર નિર્ણય લેવા આ પેનલમાં અધ્યક્ષ સુપ્રીમ કોર્ટેના પૂર્વ જસ્ટિસ ફેમ.એમ.આઈ ખાલીફુલા છે. 2 અન્ય સભ્ય આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વક્તા શ્રીરામ પંચૂ છે.અયોધ્યા વિવાદ પર રોજ 6 ઓગષ્ટથી સુનાવણી થશે