અયોધ્યા: ભગવાન રામના જન્મસ્થળ પર રામ મંદિરના પાયાનું ખોદકામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. અયોધ્યા વિકાસ પ્રાધિકરણે રામ મંદિરનો નકશો પાસ કરી દીધો છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિકાસ પ્રાધિકરણની બેઠક સમાપ્ત થઈ છે. કમિશનર એમપી અગ્રવાલે કહ્યું છે કે, રામ મંદિરના નકશા અને પરિસરમાં વિકાસના લે-આઉટને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નકશા પાસ કરવા માટે નિર્ધારિત ફીની ગણતરી કર્યા પછી સ્વીકૃત નકશો રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવશે.
રામ મંદિરનો નકશો ADA દ્વારા પસાર, નિર્માણકામ ટૂંક સમયમાં થશે શરૂ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ટૂંક સમયમાં મંદિર નિર્માણનું કામ શરૂ કરશે. આ મંદિરના નકશાને પાસ કરવા માટે જરૂરી દસ્તાવેજોની સાથે ADA( Ayodhya Development Authority) ડ્રાફ્ટને ટ્રસ્ટના અધિકારીઓને જમા કરી દીધો છે.
શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણની સાથે રામ મંદિર ટ્રસ્ટે આખા પરિસરને વિકસિત કરવાની યોજના બનાવી છે. નિર્માણ શરૂ કર્યા પહેલાં તકનીકી રૂપથી બધી તૈયારી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. અયોધ્યા વિકાસ પ્રધિકરણમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના નક્શા સાથે અયોધ્યા વિકાસ પ્રાધિકરણમાં પરિસરના લે- આઉટને પ્રસ્તૃત કર્યો હતો. જેમાં લે-આઉટ અને નકશા પર અનુમતિ આપવા અયોધ્યા વિકાસ પ્રાધિકરણે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં કમિશનર એમપી અગ્રવાલ, જિલ્લા અધિકારી અનુજ કુમાર ઝા, ટ્રસ્ટના સદસ્યો, નજૂલ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, અગ્રિશમન વિભાગ, સિંચાઇ વિભાગ સહિત 9 વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બધાં અઘિકારીઓની અનુમતિ લઇને અયોધ્યા વિકાસ પ્રાધિકરણે રામ મંદિરનો નકશો અને લે-આઉટ પાસ કરી દીધો હતો.
એમપી અગ્રવાલે જણાવ્યું કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી બે પ્રકારના નકશા પ્રસ્તૃત કરવામાં આવ્યા હતા. પહેલો રામ જન્મભૂમિ પરિસરવો લે-આઉટ હતો. જે 274000 વર્ગમીટરનો હતો. ત્યાં બીજો રામ મંદિરનો ડ્રાફટ હતો. જેનો કુલ એરિયા 12879 વર્ગ મીટર છે. આ બંને નક્શાને સર્વસમ્મતિથી પાસ કરવામાં આવ્યા છે.