ગૃહપ્રધાન અમિત શાહ ઝારખંડના પાકુડમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ, તેમણે પાકુડમાં રામ મંદિર પર મોટુ નિવેદન આપ્યું છે તેમને રામ મંદિર નિર્માણનો સમય જણાવ્યો હતો.
4 મહિનામાં રામમંદિરનું કામ શરૂ થશે , ઝારખંડમાં અમિત શાહની ગર્જના - અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ગગનચુંબી મંદિર
ઝારખંડઃ અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે નિર્ણય આપી દીધો છે અને હવે ચાર મહિનાની અંદર જ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ગગનચુંબી મંદિર બનાવવાનું કામ શરૂ થશે.
અમિત શાહની ગર્જના ચાર મહિનામાં જ બનશે રામ મંદિર
તે પહેલા અમિત શાહએ રાહુલ ગાંધી અને ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન પર આકરા પ્રહારો કર્યા હતા.
શાહએ કહ્યું કે રાહુલ બાબા અને હેમંત સોરેનજી કહે છે કે, તમે ઝારખંડમાં કાશ્મીરની વાત કેમ કરો છો? હુ તમને પુંછવા માંગુ છુ કે કાશ્મીર ભારતનો ભાગ નથી જોવા માંગતા? કલમ 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીર હંમેશા માટે ભારતનો ભાગ બની ગયો છે.
Last Updated : Dec 16, 2019, 8:01 PM IST