પોખરિયાલે મંગળવારના રોજ ખીચોખીચ ભરેલા હૉલમાં કહ્યું હતું કે, કોઈ પણ વ્યકિત એ વાતથી ઈન્કાર ન કરી શકે છે કે, આપણા દેશમાં વિકસીત ઔદ્યોગિકતા હતી અને મહાન એન્જીનિયરો આપણે ત્યાં હતાં. જો તમે રામ સેતૂની વાત કરો તો તેને શું જર્મની કે અમેરિકાના એન્જીનિયરોએ બનાવ્યો હતો ? ભારતીય એન્જીનિયરોએ તેને બનાવ્યો છે.
લ્યો બોલો...રામ સેતૂ ભારતીય એન્જીનીયરોએ બનાવ્યો હતો: રમેશ પોખરિયાલ
કલકત્તા: IIT ખડગપુરના 65માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ત્યારે એકદમ છન્નાટો છવાઈ ગયો જ્યારે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલે દાવો કર્યો હતો કે, રામ સેતૂ ભારતીય એન્જીનિયરોએ બનાવ્યો હતો.
ians
આ વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે સામેથી કોઈ પ્રતિક્રિયા ન આવી તો તેમણે જોર આપી લોકોને સામે સવાલ કર્યો કે, તમે જણાવો...ત્યારે લોકો ધીમી ધીમી તાળીઓ પાડી.
જ્યારે આ વાતની જાણ તેમનામાં આવી ત્યારે તેમણે વાળી લેતા કહ્યું હતું કે, જ્યારે પણ આપણે આપણા પૂર્વજોની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિકપણે લોકોને હસવું આવે છે, પણ આ આપણું કર્તવ્ય છે, કે આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને આગળ લઈ જઈ વ્યવહારમાં તેનો ઉપયોગ કરીએ.