ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રપતિએ આરોગ્યકર્મી અને પોલીસ પર થતા હુમલા પર ચિંતા વ્યક્ત કરી - કોરોના વાયરસની સારવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વિવિધ ભાગમાં ડૉક્ટર્સ-નર્સ, આરોગ્યકર્મી પર થનારા હુમલાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

ETV BHARAT
રાષ્ટ્રપતિએ આરોગ્યકર્મી અને પોલીસ પર થતા હુમલા પર ચિંતા વ્યક્ત કરી

By

Published : Apr 3, 2020, 7:35 PM IST

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વિવિધ ભાગમાં ડૉક્ટરો, આરોગ્યકર્મી પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, કોરોના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં ધ્યાન રાખવું પડશે કે, સામાજીક મેળાવડાથી અંતર રાખવામાં કોઈ પ્રકારનું સામાધાન ન થવું જોઈએ.

તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉનમાં કોઈ ભૂખ્યું ન રહીં જાય, તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કોરોના વાઇરસ સામે લડવાના ઉપાયો પર વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ અને વહીવટીકર્તા સાથે ચર્ચા કરી હતી.

આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ તમામ રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોને નોવેલ કોરોના વાઇરસ મહામારીને ફેલાતા અટકાવવા અને સબંધિત પ્રયાસો ઝડપી લાદવા માટે સલાહ આપી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details