રામ નાઇકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "હું પહેલાં પણ રાજનીતિમાં સક્રિય હતો. જનપ્રતિનિધી તરીકે કામ કરતો હતો. વર્ષ 2014 પહેલાં મેં જાહેર કર્યુ હતું કે, હવે ચૂંટણી લડીશ નહીં. 2014માં મેં તાત્કાલિક સાંસદ ગોપાલ શેટ્ટીના એજન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યુ. રાજ્યપાલ બનતા પહેલાં મેં ભાજપામાંથી રાજીનામું આપ્યું હતું. અહી઼ંથી નીકળીને સૌ પ્રથમ ભાજપનો સભ્ય બનીશ. ત્યારબાદ પાર્ટી જે કામ આપશે તે પૂરા મનથી કરીશ. પણ ચૂંટણી લડીશ નહીં."
રામ નાઇકે પોતાની કારકિર્દી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, "પાંચ વર્ષમાં મારા પર કોઇ પ્રકારનો આરોપ લાગ્યો નથી, પણ હા કેટલાંક લોકો છે, જેમને મારા વિશે ખરાબ બોલવાની આદત છે. એવા લોકોને બાદ કરતાં કોઈએ મારી પર આરોપ લગાવ્યો નથી. મારા વિશે કોણ શું બોલે છે, એનાથી મને કોઇ ફરક પડતો નથી. હું કોઈ રાજકીય નિવેદન પર ટીકા કે ટીપ્પણી કરવા ઈચ્છતો નથી."
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "બંધારણીય રીતે બંને સરાકર આપણી છે અને બંનેએ નિષ્ઠાપૂર્વક યોગ્ય સૂચનો આપ્યા છે. અહીં આવતા પહેલાં અખિલેશની સરકાર હતી. જેમની સાથે મારે સારો સંબંઘ હતો. તેમણે બંધારણના વિરોધમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મેં તેમને રોક્યા હતા. તેમણે વિધાનસભા પરિષદમાં કેટલાંક સભ્યોની યાદી મોકલી હતી. જેને મેં અટકાવી હતી. જેનું મેં તેમને કારણ પણ આપ્યું હતું. મારે જેમ અખિલેશ સાથે સારા સંબંધ હતા, તેવી જ રીતે યોગી આદિત્યનાથ સાથે પણ સારા સંબંધ છે."