અયોધ્યા:રામ મંદિરના નિર્માણ શરુ થયા બાદ રામ મંદિર પરિસરને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ટ્રસ્ટે લોકો પાસેથી ડિઝાઈનના આઈડિયા માંગ્યા છે. 70 એકરમાં બનેલા રામ મંદિર પરિસરના નિર્માણમાં યોગ્ય ડિઝાઈનની પસંદગી કરવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટે કહ્યું કે, આ સૂચનો પરિસર સાથે સંબંધિત હોવા જોઈએ. જેમ કે ધાર્મિક યાત્રા, સંસ્કૃતિ, વિજ્ઞાન આ સંબંધિત જાણકારી ટ્રસ્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેમાં તમારા સુચનોનું સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો અંતિમ નિર્ણય ટ્રસ્ટનો રહેશે.
ડિઝાઈન વાસ્તુ આધારિત હોવી જોઈએ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ ગત્ત સપ્તાહ એક મીટિંગ બાદ લોકો પાસે પરિસરને વિકસિત કરવા માટે ડિઝાઈન માંગી હતી.પરિસરમાં પુષ્કર્ણી, યજ્ઞ મંડપ, અનુષ્ઠાન મંડપ, કલ્યાણા મંડપનું નિર્માણ થશે. જેની ડિઝાઈન માંગવામાં આવી છે. ટ્રસ્ટે જાહેરાતમાં કહ્યું કે, આ ડિઝાઈન વાસ્તુ આધારિત હોવી જોઈએ. પરિસરમાં 51 વિદ્યાર્થીઓ માટે ગુરુકુળનું પણ નિર્માણ કરવામાં આવશે. જેના માટે લોકો પાસે વિચારો માંગ્યા છે.
25 નવેમ્બર સુધી રામ મંદિર ટ્રસ્ટને મેલ પર તમારા વિચારો મોકલો
પૌરાણિક સ્થળો જેવા કે નલ નીલ ટીલા, સીતાની રસોઈ, કુબેર ટીલા અને અંગદ ટીલાને પણ મુખ્ય નિર્માણ સ્થળ સાથે જોડવા માટે ડિઝાઈન અને વિચાર માંગવામાં આવ્યા છે. ટ્રસ્ટે મંદિરે આવનારા શ્રદ્ધાળુંઓની સુવિધા માટે કરવામાં આવી રહેલા નિર્માણ માટે પણ ડિઝાઈન માંગી છે.વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, શ્રી રામમંદિરની ડિઝાઈન તો ફાઈનલ થઈ ચૂકી છે. હવે 70 એકરના પરિસરવાળો છે. માસ્ટરપ્લાન તમે પણ 25 નવેમ્બર સુધી રામ મંદિર ટ્રસ્ટને મેલ પર તમારા વિચારો મોકલી શકો છે.
આ પણ વાંચો :