અયોધ્યાઃ આતંકીઓના હુમલાઓના નિશાને રહેતા અયોધ્યાના રામ મંદિર જન્મ ભૂમિની સુરક્ષાને લઈ સ્થાનિક સુરક્ષાને લઈ યોજાતી બેઠક મંગળવારે એટલે કે આજે શહેરના એક રિસોર્ટમાં થશે. મોટે ભાગે આ બેઠક મંંદિરના પરિસરમાં યોજવામાં આવે છે. પંરતુ રામ મંદિરનું નિર્માણ કામ ચાલતુ હોવાથી બેઠક હોટલમાં યોજવામાં આવશે. જેમાં સુરક્ષા સંબંધિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં રામ જન્મભૂમિની સુરક્ષાને લઈ ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં નવી રીતે રામ મંદિરની સુરક્ષાને કેવી રીતે વ્યાપક બનાવી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયુ છે, તેથી બહારના લોકોને અંદર જવા માટે મનાઈ છે. માટે જ આવી સ્થિતિમાં નિર્માણ કામ માટે આવતા લોકો અને સંબંધિત માલ સામાનની તપાસ પર રખેવાળી કરવા પર પણ ચર્ચા કરવામાં આવશે.