નવી દિલ્હી: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની પ્રથમ બેઠક બુધવાર સાંજે યોજાશે. મંદિરના નિર્માણ માટે જનતાના પૈસા લેવા કે નહીં, ટ્રસ્ટની બેઠકમાં શિલાન્યાસના મુહૂર્તથી લઇને ભવ્ય મંદિરના નિર્માણ પૂર્ણ થવાના સમયગાળો નક્કી કરવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે. મંદિરના નિર્માણ દરમિયાન રામલલ્લાને રાખવાના સ્થાનને લઇને પણ ચર્ચા થઇ શકે છે.
રામ મંદિર ટ્રસ્ટની આજે દિલ્હીમાં પ્રથમ બેઠક, મંદિર નિર્માણની તારીખ પર થશે મંથન - રામ મંદિર ન્યૂઝ
રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે 'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની રચના કરી હતી. જેની આજે એટલે કે બુધવારે પ્રથમ બેઠક નવી દિલ્હીમાં મળશે. આ બેઠકમાં મંદિર નિર્માણની તારીખ અને મુહૂર્ત સહિતના ઘણા વિષયો પર વિચાર કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકારે મંદિરના નિર્માણ માટે 5 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, શ્રી રામ જન્મભીમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી છે. જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી હશે. મંદિર નિર્માણ સાથે જોડાયેલા બધા મુદ્દાઓનો નિર્ણય આ ટ્ર્સ્ટ કરશે. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે, જો ટ્રસ્ટ કહેશ તો, મંદિર માટે ફંડ એકઠું કરવાનું કામ VHP કરી શકે છે.
આ બેઠકમાં મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટમાં સામેલ કરવા પર ચર્ચા થઇ શકે છે. શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીના પ્રમાણે ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવા પર ચર્ચા થશે.