અયોધ્યાઃ રામ જન્મભૂમિ પર ભવ્ય અને દિવ્ય મંદિર બનાવાની ઘણી સમયથી રાહ જોવાઈ રહી છે. આજે રામ જન્મભૂમિ પરિસરમાં કુબેરની ટેકરી પર બિરાજમાન મહાદેવના અભિષેક મંદિરના નિર્માણ પહેલા પૂજા કરવામાં આવશે, ત્યારે મહાદેવના અભિષેકની સાથે ટ્રસ્ટે મંદિર નિર્માણની શરૂઆતના અહેવાલને રદિયો આપ્યો હતો. ટ્રસ્ટના સભ્યો અને નિર્મોહી અખાડાના મહંત દેવેન્દ્ર દાસ જણાવ્યું છે કે, આ મુદ્દે તેમને કોઈ પ્રકારની સૂચના મળી નથી.
રામ મંદિરના નિર્માણની કોઈ સૂચના મળી નથીઃ મહંત દેવેન્દ્ર દાસ - રામ મંદિર ન્યૂઝ
રામજન્મભૂમિ પર લોકો મંદિર નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ત્યારે મંદિર ટ્રસ્ટીઓ અને નિર્મોહી અખાડાના મહંત જણાવી રહ્યાં છે કે, તેમને આ અંગે કોઈ પણ પ્રકારની સૂચના મળી નથી.
રામ મંદિર
ટ્ર્સ્ટના સભ્ય મહંત દેવેન્દ્ર દાસે કહ્યું હતું કે, મંદિર નિર્માણની તિથિને લઈને હજુ સુધી કોઈ પણ સૂચના મળી નથી. મંદિર નિર્માણ વિશ્વના સૌથી મોટા સમુદાયની આસ્થાનો વિષય છે. ટ્રસ્ટે તમામ લોકોની વાતોને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણની શરૂઆત કરાશે. હાલ, રામલલ્લા મંદિર નિર્માણની તિથિ અંગે અમને કોઈ જાણકારી મળી નથી.