અયોધ્યા: રામ મંદિર ભૂમિ પૂજનમાં 36 પરંપરાઓના 135 પૂજ્ય સંત મહાત્માઓ અને વિશિષ્ટ અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે ટ્રસ્ટે કહ્યું કે, શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના 77મા આંદોલનમાં ભાગ લેનારા બધા રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતાં, પરંતુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આ સંભવ નથી. સોમવારે અયોધ્યામાં યોજાયેલી કારસેવક પુરમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંપત રાયે આ વાત કહી હતી.
વિશેષ સિક્યોરિટી ફીચર
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભૂમિ પૂજન માટેના કાર્યક્રમનું આમંત્રણ પત્ર અતિથિઓને આપ્યું છે. સૌથી પહેલા અયોધ્યાના અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યાં છે. આમંત્રણ કાર્ડ દ્વારા શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં અતિથિઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ કાર્ડમાં એક યૂનિક કોડ છે. જેના દ્વારા રામ જન્મભૂમિ પરિસરમાં વન ટાઈમ એન્ટ્રી થશે. એક વખત પ્રવેશ કર્યા બાદ રામ જન્મભૂમિ પરિસરની બહાર નીકળ્યા બાદ ફરી એન્ટ્રી માટે કાર્ડ માન્ય રહેશે નહીં.
રામ જન્મભૂમિ પરિસરમાં સામનો પ્રવેશ અનિવાર્ય
રામ મંદિર ભૂમિ પૂજનમાં એક આમંત્રણ કાર્ડથી એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. કાર્ડની સાથે અધિકૃત ઓળખ કાર્ડ લાવવું જરુરી છે. આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન લાવવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
PM મોદીના આગમનના 2 કલાક પહેલા રામ જન્મભૂમિ પ્રવેશ બંધ થશે
શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં રામ મંદિર ભૂમિ પૂજન માટે આમંત્રિત મહેમાનોએ 2 કલાક પહેલા પ્રેવેશ કરવાનો રહેશે. રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, પરિસરનો મુખ્ય દ્વાર પર તેમને ઓળખપત્ર અને આમંત્રણ પત્રની સાથે સમયસર પહોંચવાનું રહેશે, ત્યારે જ અંદર પ્રેવેશ મળશે. આમંત્રિત મહેમાનોને 5 ઓગ્સ્ટના સવારે 10 કલાક સુધીમાં રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો...ભવ્યાતિભવ્ય રામ મંદિરનું બાંધકામ કેવું હશે? વાંચો અહેવાલ
રામ મંદિર ભૂમિ પૂજનના મુખ્ય સંત આમંત્રિત
રામ મંદિર ભૂમિ પૂજનમાં બધા જ પ્રમુખો પરંપરાઓના સંતોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. જેમાં દશનામી પરંપરા, રામાનંદ વૈષ્ણવ પરંપરા, નાથ પરંપરા, નિંબાર્ક, માધવાચાર્ય, વલ્લભાચાર્ય રામસનેહી, કૃષ્ણ પ્રણામી, ઉદાસીનુ, નિર્મલી સંત, કબીર પંથી, ચિન્મય મિશન, લિંગાયત, વાલ્મિકિ સંત, રવિદાસ જી, સંત આચાર્ય સમાજ, શીખ પરંપરા, બોદ્ધ, જૈન સંત કૈવ્લય જ્ઞાન, સંત પંથ ઈસ્કોન, સ્વામીનારાયણ, વારકરી, એકનાથ બંઝારા સંત, વનવાસી સંત, આદિવાસી ગૌણ, ગુરુ પરંપરા, ભારત સેવાશ્રમ સંધ, આર્ચય સમાજ, સંત સમિતિ, સિંધી સંત સમિતિ, અખાડા પરિષદના પદાધિકારી અને નેપાશથી પણ પૂજ્ય સંતને ક્રાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ મંદિર ભૂમિ પૂજનની ધાર્મિક વિધિઓ વડાપ્રધાન મોદી, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અતિથિ વિશિષ્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંધચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વૈદિક રીતિ રિવાજથી પૂર્ણ કરવામાં આવશે.