ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં હર્ષોલ્લાસ, આજથી રામમંદિર ભૂમિ પૂજન અનુષ્ઠાન શરૂ - રામ મંદિર શિલાન્યાસ

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા રામ મંદિર ભૂમિ પૂજનનું અનુષ્ઠાન આજથી એટલે કે સોમવારથી થઈ ગયું છે.

Shree Ram
Shree Ram

By

Published : Aug 3, 2020, 10:46 AM IST

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા રામ મંદિર ભૂમિ પુજનનું અનુષ્ઠાન આજથી એટલે કે સોમવારથી થઈ ગયું છે. આ ક્ષણને ઉત્સવ સાથે ધામધુમથી મનાવવા માટે અયોધ્યોમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ગૌરી ગણેશ પૂજન સાથે શ્રી રામ જન્મભૂમિમાં અનુષ્ઠાન આજથી શરુ થઈ ગયું છે.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચીને રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓનું નિરીક્ષણ કરશે. સોમવારે સવારે 8 વાગ્યાથી રોહિત ગૌરી ગણેશનું આહ્વાન કરી શિલાન્યાસ પહેલા રામ મંદિર ભૂમિ પૂજનના અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી છે.

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે રામલલ્લા માટે વિશેશ વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યાં છે. ભગવાન આ દિવસે નવ વસ્ત્રો ધારણ કરશે. પહેલા વસ્ત્ર લીલા રંગના અને બીજા કેસરી કલરના તૈયાર કરવામાં આવ્યાં છે. ઈતિહાસમાં આ પહેલો અવસર છે. જેમાં ભગવાન રામ એક દિવસમાં બે વાર વસ્ત્ર ધારણ કરશે.

ભગવાન રામ માટે છેલ્લા 30 વર્ષથી વસ્ત્ર તૈયાર કરતાં દરજી ભગવત પ્રસાદે જણાવ્યું હતું કે, અયોધ્યાના ધર્માચાર્ય પંડિત કલ્કિ રામ દ્વારા ભગવાનના વાઘા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અલગ અલગ દિવસો માટે અલગ અલગ રંગના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યાં છે.

સોમવાર માટે સફેદ, મંગળવાર માટે લાલ અને બુધવાર માટે લીલા રંગના વિશેષ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. આ વખતે કેસરી રંગના પોશાક પણ ભગવાન માટે બનાવવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details