ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા રામ જન્મભૂમિના પુજારી કોરોના પોઝિટિવ

ભગવાન રામની ભૂમિ પણ હવે કોરોનાના સંક્રમણથી બાકાત રહી નથી તેમ મંદિરના મુખ્ય પુજારીના શિષ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

અયોધ્યા રામ જન્મભૂમિના પુજારી કોરોના પોઝિટિવ
અયોધ્યા રામ જન્મભૂમિના પુજારી કોરોના પોઝિટિવ

By

Published : Jul 30, 2020, 2:30 PM IST

અયોધ્યા: ભગવાન રામના જન્મ સ્થળ પર રામ મંદિર નિર્માણની શરૂઆતના પ્રથમ પડાવમાં જ કોરોના વાઇરસનો કેસ સામે આવ્યો છે. રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનો શિષ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ સાથે 6 નવા સુરક્ષા કર્મીઓ પણ સંક્રમિત મળી આવ્યા છે. આ વચ્ચે સુરક્ષા કર્મીઓના સંક્રમિતની સંખ્યા 16 પર પહોંચી છે. હાલમાં રામ જન્મભૂમિના સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે.

સૌથી સુરક્ષિત માનવામાં આવનાર રામ જન્મભૂમિ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. આજે રામલલાના મુખ્ય પુજારીનો એક શિષ્ય કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ સાથે સુરક્ષા કર્મીઓ પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.



ABOUT THE AUTHOR

...view details