ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી મુદ્દે મહિલા કોંગ્રેસમાં રોષ, રાજકોટમાં રેલી યોજી પાઠવ્યું આવેદનપત્ર - gayatri ba vahela

રાજકોટઃ પ્રિયંકા ગાંધી વાડ્રાં વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવા અંગે સમગ્ર દેશમાં મહિલા કોંગ્રેસ પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પણ મહિલા કોંગ્રેસ પાંખ દ્વારા પણ મૌન રેલી યોજવામાં આવી હતી. તેમજ આ પ્રકારની ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Feb 28, 2019, 12:14 PM IST

રાજકોટ કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા પોતાની દિગ્ગજ મહિલા નેતા પ્રિયંકા ગાંધી અંગે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે વિશાલ મૌન રેલી યોજવામાં આવી હતી. તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને અવેદનપત્ર પાઠવાયુ હતું.

વીડિયો જોવા માટે અહિં ક્લિક કરો

મહિલા કોંગ્રેસ પાંખની માંગ છે કે, પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ ખાતે યોજાયેલા મહિલા કોંગ્રેસના કાર્યક્રમમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને અલગ-અલગ રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થયા છે.





ABOUT THE AUTHOR

...view details