ગુજરાત

gujarat

By

Published : Jan 18, 2021, 3:19 PM IST

ETV Bharat / bharat

ટ્રેક્ટર માર્ચઃ સુપ્રીમ કોર્ટના આદેશ સાથે સહમત થયા ટિકૈત, કહ્યું- દિલ્હી પોલીસ પાસે માંગ્યે રસ્તો

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, 26 જાન્યુઆરી થનારી ટ્રેક્ટર માર્ચ શાંતિપૂર્ણ રહેશે. દિલ્હીના રિંગ રોડ પર લાખો ખેડૂતો ટ્રેક્ટર માર્ચમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીંએ છીંએ. આ સાથે જ તેમઓણે દિલ્હી પોલીસ પાસેથી ટ્રેક્ટર રેલી માટે રસ્તો માંગ્યો છે.

ETV BHARAT
સુપ્રીમ કોર્ટના આદેશ સાથે સહમત થયા ટિકૈત

  • ટ્રેક્ટર માર્ચને લઇને કેન્દ્ર સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ
  • સુપ્રીમ કોર્ટે કહ્યું માર્ચ માટે દિલ્હી પોલીસનો નિર્ણય આખરી
  • લાખો ખેડૂતો જોડાશે માર્ચમાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદા મુદ્દે આજે સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે સોમવારે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી કેન્દ્ર સરકારની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા કરવામાં આવનારી રેલી રોકવાના આદેશ આપવા માગ વિનંતી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટ્રેક્ટર માર્ચને લઇને દિલ્હી પોલીસને નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

ટ્રેક્ટર માર્ટમાટે દિલ્હી પોલીસ પાસે રસ્તો માંગવમાં આવ્યો

ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીંએ છીંએ. સુપ્રીમ કોર્ટે સાચું કહ્યું છે. દિલ્હી પોલીસ પાસેથી અમે ટ્રેક્ટર રેલી માટે રસ્તો માંગ્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી થનારી રેલી પણ શાંતિપૂર્ણ રહેશે. જેમાં લાખો ખેડૂતો સામેલ થશે.

ABOUT THE AUTHOR

...view details