ન્યૂઝ ડેસ્ક: રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત ભાજપ દ્વારા બે ઉમેદવારોનાં નામ જાહેર કરાયા બાદ આજે કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોમાં શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાના નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે. જોકે હજી સુધી કોંગ્રેસ દ્વારા બંને નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતમાંથી રાજ્યસભા માટે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ નક્કી, જાહેરાત બાકી - latestgujaratinews
ભાજપ બાદ ગુજરાત કોંગ્રેસના બે ઉમેદવારોના નામ રાજ્યસભા માટે નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે.
etv bharat
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે.