ભોપાલઃ મધ્ય પ્રદેશની 3 રાજ્યસભાની બેઠક માટે આજે મતદાન યોજાયું હતું. જેનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યસભાની બે બેઠકો પર ભાજપે તેમજ એક બેઠક પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાને 56 વોટ અને સુમેર સિંહ સોલંકીને 55 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને 57 વોટ સાથે વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે કોંગ્રેસના બીજા ઉમેદવાર ફૂલ સિંહ બરૈયાને માત્ર 36 વોટ મળવાથી હાર થઈ હતી.
મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણી પરિણામઃ ભાજપની 2 અને કોંંગ્રેસની 1 બેઠક પર જીત
આજે મધ્ય પ્રદેશ રાજ્યસભાની 3 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 2 ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના બીજા ઉમેદવાર ફૂલ સિંહ બરૈયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણી પરિણામ
મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠક છે. હાલ 24 બેઠકો ખાલી હોવાથી વિધાનસભાની પ્રભાવી સંખ્ય 206 છે. જેમાં ભાજપના 107, કોંગ્રેસના 92 અને બહુજન સમાજવાદી પાર્ટીના 2, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષના 4 ધારાસભ્યો છે. દરેક ઉમેદવારને રાજ્યસભામાં જીતવા માટે 52 મતની જરૂર હતી. જેમાં 2 બેઠક પર ભાજપે જીત મેળવી લીધી છે. મધ્ય પ્રદેશમાં કુલ 11 રાજ્યસભાની બેઠકો છે. જેમાંથી 8 ભાજપ અને 3 કોંગ્રેસ પાસે છે.