જયપુરઃ ભાજપ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ડૉ કિરોડી લાલ મીણા પણ કોરોનાના ઝપેટમાં આવ્યાં છે. ગુરુવારે તેમનો કોરના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી પ્રભાવિત થયા બાદ મીણાને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાનના બીજેપી નેતા કિરોડી લાલ મીણા કોરોનાગ્રસ્ત, હોસ્પિટલમાં થયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ડૉ કિરોડી લાલ મીણા પણ કોરોનાના ઝપેટમાં આવ્યાં છે. ગુરુવારે તેમનો કોરના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
કિરોડી લાલા મીણાએ પોતાના ટ્વિટર પર આ જાણકારી આપી હતી. મીણાએ ટ્વિટ કરી કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેમનું સ્વાસ્થ્ય સારુ ન હોવાથી તેમણે નજીકના હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત લાલ મીણાના સંપકર્મા આવેલા તેમના સ્ટાફના સભ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયાં છે. આ સાથે જ મીણાએ આગ્રહ કર્યો છે કે છેલ્લા 10 દિવસ દરમિયાન જે પણ લોકો તેમના સંંપર્કમાં આવ્યાં છે તે તેમના સ્વાસ્થ્ય કાળજી લે. તેમણે કહ્યું કે બધાની પ્રાર્થનાથી હું જલ્દી સ્વસ્થ થઈ પરત ફરીશ. આપને જણાવી દઈએ કે આ અગાઉ પણ પૂર્વ ભાજપ ધારાસભ્ય અનિતા ભદેલ, જોરારામ કુમાવત અને પુર્વ સંસદિય સચિવ જિતેન્દ્ર ગોઠવાલ પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.