નવી દિલ્હીઃ આજની રાજયસભાની કાર્યવાહી શરૂ ચુકી છે. આજે કેટલાય મહત્ના વિષયો પર ચર્ચા કરામાં આવશે. ચોમાસુ સત્ર દરમિયાન રવિવારે રાજ્યસભામાં હંગામો કરનારા 8 વિપક્ષી સાંસદોને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે રાજ્યસભાના ઉપસભાપતિ સાથે સદનમાં વિપક્ષી સાંસદો દ્વારા કરાયેલી ગેરવર્તુણકની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સંસદિય પંરપરા અને તેની ગરિમા વિરુદ્ધ આ કામ છે.
કૃષિ સંબંધિત બે મહત્વના બિલ પાસ
રવિવારે રાજ્યસભામાં કૃશિ સંબંધિત બે મહત્વના બિલ પાસ કરવામાં આવ્યાં છે. જે દરમિયાન વિપક્ષી સભ્યો સભાપતિના બેઠક સ્થાન સુધી પહોંચી ગયા હતા અને ડેસ્ક પર પડેલી નિયમાવલીને ઉઠાવીને હરિવંશ તરફ ફેંકી દીધી હતી તો સરાકરી દસ્તાવેજોને પણ ફાડી નાખ્યાં હતાં.
રવિવારે સંસદમાં કૃષિ સંબંધિત બિલને વિપક્ષોના ભરે હોબાળા વચ્ચે પાસ કરવામાં આવ્યું હતુ. સરકાર દ્વારાઆ બંને બિલોને દેશમાં કૃશિ સંબંધિત અત્યાર સુધીના સૌથા મોટા ફેરફારની દિશામાં ઉઠાવેલું મહત્વનુ પગલુ માનવામાં આવે છે.
વિપક્ષી સભ્યોને નિશાન બનાવવા કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી, પિયુષ ગોયલ, થાવરચંદ ગેહલોત અને મુખ્તાર અબ્બાસ નકવીએ અહીં એક પત્રકાર પરિષદ યોજી હતી. સિંહે કહ્યું કે સ્વસ્થ લોકશાહીમાં આવા વર્તનની અપેક્ષા નથી.
સિંહે વધુમા કહ્યું કે વિપક્ષી સભ્યોએ નિયમ પુસ્તક ફાડી નાખ્યું, રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરીવંશના ડેસ્ક પર કાગળો ફેંકી દીધા અને અધિકારીઓના ટેબલ ઉપર ચઢી ગયા હતાં, આવું તેમણે આ પહેલા ક્યારેય જોયું નથી.