ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં શીલા દીક્ષિતને મળ્યા રાજપાલ યાદવ, કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા - gujarati news

ન્યૂઝ ડેસ્ક: બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવ ગુરુવારે શીલા દીક્ષિતને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ અગાઉ ગઈ કાલે પણ તેઓ તમેને મળવા ઘરે ગયા હતા.

રાજપાલ યાદવ

By

Published : Apr 4, 2019, 6:46 PM IST

પોતાના આગવા અભિનયને કારણે પ્રખ્યાત બનેલા અભિનેતા રાજપાલ યાદવ ગુરુવારે શીલા દીક્ષિતને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. આ અગાઉ ગઈ કાલે પણ તેઓ તમેને મળવા ઘરે ગયા હતા. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે અભિનેતા આ રીતે મળવાથી લઈ રાજકારણમાં ચર્ચાઓ જોર પકડ્યું છે. એક એવી પણ ખબર આવી રહી છે કે, રાજપાલ યાદવ કોંગ્રેસમાં સામેલ થશે તેવી શક્યતાઓ છે અને તેઓ દિલ્હીથી જ ચૂંટણી લડી શકે છે. હાલ આ બાબત સ્પષ્ટ નથી, પણ રાજકારણમાં આ બાબતે ચર્ચાઓને જોર આપ્યું છે.

દિલ્હીમાં શીલા દીક્ષિતને મળ્યા રાજપાલ યાદવ


અભિનેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સામેલ થાવ છું કે, નહીં તેના પર જવાબ આપવો ઘણું જલ્દી કેવાશે, થોડી રાહ જુઓ... તેમણે એ વાત પર ચોક્કસ ભાર મુક્યો હતો કે, હા હું ચૂંટણી જરૂરથી લડીશ. રાજપાલ યાદવે જો કે, આ મુલાકાતને વ્યકિતગત ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details