નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે રાષ્ટ્રને લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં બનાવવામાં આવેલા 43 બ્રિજ દેશને સમર્પિત કરશે.
રાજનાથ સિંહ ગુરુવારે 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 43 બ્રિજ રાષ્ટ્રને સમર્પિત કરશે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે રાષ્ટ્રને લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં બનાવવામાં આવેલા 43 બ્રિજ દેશને સમર્પિત કરશે.
અધિકારીઓએ કહ્યું કે, 43 બ્રિજમાં સાત પુલો લદ્દાખના પણ સામેલ છે, જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને સશસ્ત્ર દળોના સૈનિકો માટે મદદગાર રહેશે.એક અન્ય અધિકારીએ કહ્યું કે, સંરક્ષણ પ્રધાન એક ઓનલાઇન કાર્યક્રમમાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બ્રિજનું ઉદ્ઘાટન કરશે.
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજનું ઉદ્દઘાટન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આ બ્રિજમાંથી 10 બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં, હિમાચલ પ્રદેશમાં બે, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં આઠ અને સિક્કિમ અને પંજાબમાં ચાર બ્રિજનો સમાવેશ થાય છે.