નવી દિલ્હી: રક્ષાપ્રધાન રાજનાથ સિંહ શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. જેના માટે તેઓ બુધવારે મોસ્કો જવા રવાના થશે.આ બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષી પર વિચાર કરવામાં આવી શકે છે. આ માહીતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, SCOના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા સિવાય, સિંહ તેમના રશિયન સમકક્ષ સેરગેઈ શોઇગુ અને ઘણા અન્ય ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે વાત કરશે, જેનો હેતુ ઘણા સંરક્ષણ પ્રાપ્તિ કાર્યક્રમોના અમલીકરણને ઝડપી બનાવવાનો છે.
SCOના સંરક્ષણ પ્રધાનોની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પૂર્વ લદ્દાખમાં તેના બે સભ્ય દેશો- ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ચીનના રક્ષાપ્રધાન જનરલ વેઇ ફેંઘે પણ બેઠકમાં ભાગ લઇ શકે છે.