નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના નોઇડામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પંકજ સિંહ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. આપને જણાવી દઇએ કે, પંકજ સિંહ બીજેપીના વરિષ્ઠ નેતા અને દેશના રક્ષાપ્રધાન રાજનાથ સિંહના પુત્ર છે. પંકજ સિંહે જણાવ્યું કે, તે ડોકટટરની સલાહથી હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ થઇને તપાસ કરવા જણાવ્યું હતું.
રાજનાથ સિંહના પુત્ર પંકજસિંહ કોરોના વાઈરસથી સંક્રમિત - રક્ષાપ્રધાન રાજનાથ સિંહ
કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, તેમને કોવિડના લક્ષણો દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજનાથ સિંહના પુત્ર પંકજસિંહે કોરોના વાયરસથી સંક્રમિત
પંકજ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, તેમણે કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોકટરની સલાહ અનુસાર તે હોસ્પિટલમાં દાખલ થયાં છે. તેમણે જણાવ્યું કે, મારી સલાહ છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે લોકો કૃપા કરીને આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે.