ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજનાથ સિંહની રશિયા મુલાકાત:શું ભારત એસ -400 મિસાઇલ સિસ્ટમ વહેલા મેળવી શકશે? - Defence Minister

આ મહિનાની શરૂઆતમાં લદ્દાખમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક સરહદ અથડામણ ની પૃષ્ઠભૂમિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારે રશિયાની ત્રણ દિવસીય મુલાકાતની શરૂઆત કરશે ત્યારે નવી દિલ્હી માટે મોસ્કો પાસે થી મહત્ત્વ ની પ્રાધાન્યતા, એસ -400 ટ્રાયમ્ફ લાંબા-અંતરની સપાટી થી હવાઈ મિસાઇલ સિસ્ટમ વહેલી તકે મેળવવાની રહેશે

a
રાજનાથ સિંહની રશિયા મુલાકાત:શું ભારત એસ -400 મિસાઇલ સિસ્ટમ વહેલા મેળવી શકશે?

By

Published : Jun 22, 2020, 10:36 PM IST

Updated : Jun 22, 2020, 11:02 PM IST

જાન્યુઆરી, 2018 માં અમેરિકન વહીવટીતંત્રના કાઉન્ટરિંગ અમેરિકા ના એડવોર્સિસ થ્રૂ સેંક્શન્સ એક્ટ (પ્રતિબંધો અધિનિયમ દ્વારા અમેરિકા ના વિરોધી લોકોનો પ્રતિકાર કરવો) (સીએએટીએસએ) કાયદો લાગુ થયા પછી એસ -400 મિસાઇલ ડીલ ઘણી અટકળોનો મુદ્દો બની રહી છે. સી.એ.એ.ટી.એસ.એ રશિયન, ઈરાની અને ઉત્તર કોરિયન સંરક્ષણ કંપનીઓ સાથે વ્યવસાય કરતા દેશો ને નિશાન બનાવે છે.

યુ.એસ.ના સેનેટરો ના જૂથે યુક્રેન અને સીરિયા ના યુદ્ધોમાં મોસ્કો ની સતત સંડોવણી અને 2016 ની યુ.એસ. રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં તેની કથિત દખલ હોવાને કારણે રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા.

ઓક્ટોબર 2020 થી એપ્રિલ 2023 ની વચ્ચે મિસાઇલોની ડિલીવરી થવા ની હતી, તેમ છતાં, આ વર્ષ ની શરૂઆતમાં નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસે કહ્યું હતું કે આ ડિલિવરી 2025 સુધી વિલંબિત થઈ ગઈ છે કારણ કે મિસાઇલ સિસ્ટમ માટેના સોદા વિશ્વભર માં 16 અબજ ડોલરને પાર કરી ગયા છે.

હવે આ મહિને લદાખ માં બનેલા હિંસક સરહદ અથડામણ બાદ ભારત-ચીન સંબંધો ના નવીનતમ ફ્લેશપોઇન્ટ સાથે, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મોત નીપજ્યાં છે, નવી દિલ્હી વહેલી તકે આ સિસ્ટમ મેળવવા માટે ઉત્સુક હશે. ચીનને રશિયા પાસે થી સિસ્ટમ ની ડિલેવરી મળી ચૂકી છે.

સોમવારે મોસ્કો રવાના થતાં પહેલાં રાજનાથસિંહે ટ્વીટ કર્યું હતું કે “ આ મુલાકાત મને “ભારત-રશિયા સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી ને વધુ ગાઢ બનાવવા માર્ગ પર વાતચીત કરવા ની તક આપશે.”

ભારત અને રશિયા એક "વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી" ધરાવે છે અને મોસ્કો ભારત માટે સંરક્ષણ ઉપકરણોનો મુખ્ય પુરવઠાકાર છે.

અહેવાલો સૂચવે છે કે ચીને પહેલે થી જ રશિયા પાસે થી એસ -400 મિસાઇલ સિસ્ટમ હસ્તગત કરી છે, તેથી આ ભારત માટે ચિંતાનો એક વધારાનો વિષય બની ગયો છે.

બુધવારે મોસ્કોમાં રશિયાના બીજા વિશ્વ યુદ્ધ II ના વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ સેરગેઈ શોઇગુ સાથે એક અલગ દ્વિપક્ષીય બેઠક કરશે, જે દરમિયાન એસ -400 મિસાઇલ સિસ્ટમનો મુદ્દો વિષે ચર્ચા ની અપેક્ષા છે. .

નિરીક્ષકોના મતે, ચીન સાથેની સરહદ પર ની અનિશ્ચિત પરિસ્થિતિને જોતા વહેલી તકે આ સિસ્ટમનો હસ્તગત કરવો એ ભારતની પ્રાથમિકતા બની છે.

નવી દિલ્હી સ્થિત વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત નીતિન એ.ગોખલે એ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ની મોસ્કો ની સફરનો મુખ્ય મુદ્દો રશિયનોને એસ -400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડિલિવરી ઝડપી બનાવવા માટે મનાવવાનો પ્રયત્ન કરશે.

રાજનાથ સિંહ રશિયનો ને ભારત ને પ્રાધાન્યતા આપવા વિનંતી કરશે અને 2021 સુધીમાં ઓછામાં ઓછી બે સિસ્ટમો પહોંચાડવા માટે કહી શકે છે તેવું વિશ્વસનીય સુત્રો પાસે થી જાણવા મળ્યુ છે

કરાર હેઠળ, રશિયા ભારતને આવી પાંચ સિસ્ટમો પુરી પાડશે અને નવી દિલ્હી પહેલેથી જ ચુકવણીનો મોટો ભાગ આપી ચુક્યુ છે

-અરુણિમ ભુયાન

Last Updated : Jun 22, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details