મનાલી: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે વીડિયો કોલિંગ દ્વારા 286 કરોડ રૂપિયાના ખર્ચે 44 પુલોનો લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ દરમિયાન તેમણે અરૂણાચલ પ્રદેશમાં તવાંગમાં નેચિપુ ટનલનું શિલાન્યાસ પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં રક્ષાપ્રધાન સંબોધન કરતા કહ્યું કે,BRO દ્વારા 44 નવા પુલોનું એક સાથે ઉદ્દાટન કરવામાં આવ્યું છે.આ સાથે અરૂણાચલ પ્રેદશમાં નેપિચુ ટિસનું પણ શિલાન્યાસ કર્યું છે.આ અવસર પર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે હું ખુશ છું.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે ફરી એકવાર, હું તમારા બધાના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરું છું, અને આ પુલોના ઉદ્ઘાટન અને નેચિપુ ટનલના શિલાન્યાસ બદલ તમને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.
દેશ દરરોજ BROની ઘણી સિદ્ધિઓ વિશે સાંભળી રહ્યો છે. BRO કર્મચારીઓની સમર્પણ પ્રતિબદ્ધતા અને DGBRની સ્વપ્નદ્રષ્ટા અને કુશળ નેતૃત્વ દ્વારા આ શક્ય બન્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામેલા 44 પુલને વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રને અર્પણ કર્યા છે. આ ઉપરાંત નેચિપુ ટનલનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. જે તવાંગ સાથેના માર્ગને જોડશે. આ સિવાય ભારત ચીન બોર્ડર નજીક ખૂબ જ ઝડપથી રસ્તાઓ બનાવી રહ્યું છે. આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 10,000 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવેલી "અટલ ટનલ" નું ઉદ્ઘાટન કર્યું હતું.
અટલ ટનલ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. તેની લંબાઈ 9.02 કિમી છે જે મનાલીને લાહૌલ-સ્પીતિ ખીણથી જોડશે. અગાઉ આ ખીણ ભારે હિમવર્ષાને કારણે લગભગ છ મહિનાથી બંધ હતી.
આ ટનલ હિમાલયની પીર પંજાલ રેન્જમાં 10,000 ફુટથી ઉપરના સમુદ્ર સપાટીથી અતિ આધુનિક સુવિધાઓથી બનાવવામાં આવી છે. આ ટનલ મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડશે અને પ્રવાસનો સમય પણ ચારથી પાંચ કલાક ઓછો થઇ જશે. અટલ ટનલની 80 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ સાથે દરરોજ 3000 કાર અને 1500 ટ્રકોની ક્ષમતા માટે તૈયાર કરવામાં આવી છે.
અટલ બિહારી વાજપેયીની સરકારે રોહતાંગ પાસ અંતર્ગત આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટનલ બનાવવાનો નિર્ણય લીધો હતો અને આ ટનલના દક્ષિણ પોર્ટલ પર કનેક્ટિવિટી રૂટનો શિલાન્યાસ 26 મે 2002 ના રોજ કરવામાં આવ્યો હતો.