ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નામ "પાક' પરંતુ હરકત 'નાપાક': રાજનાથસિંહ - પાકિસ્તાન પર રાજનાથ સિંહના પ્રહારો

સિંગાપુરઃ રક્ષા પ્રધાન રાજનાથસિંહે સિંગાપુરમાં ભારતીય લોકોને સંબોધન કરતા પાકિસ્તાનને આડે હાથ લીધુ હતુ.

અમારા પાડોસીનું નામ પાકિસ્તાન છે પણ કામ નાપાકઃ સિંહ

By

Published : Nov 20, 2019, 8:40 AM IST


સિંગાપુરમાં ભારતીય લોકોને સંબોધન કરતા રક્ષા પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આડે હાથે લીધુ હતુ અને કહ્યું કે પાક દ્વારા ચલાવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ લાંબા સમય સુધી ટકશે નહીં.


રક્ષાપ્રધાને કહ્યું હતુ કે અમારો પાડોશી દેશ છે પાકિસ્તાન પણ તેની તમામ હરકતો નાપાક છે, પરંતુ હવે તેની હરકતોનો અંત આવશે.


સિંહએ કહ્યું કે તમે લોકોને ક્યારેય કલ્પના પણ નહી કરી હોય કે પાકિસ્તાનના એવા દિવસો આવશે કે ભારતની સેના પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કરશે.


સંરક્ષણ પ્રધાન સિંગાપુરમાં રહેલા ભારતીય લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. એક સવાલનો જવાબ આપતા કહ્યું કે અમારી સરકારે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ડિફેંસ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે.


સિંહએ વધુમાં ઉમેર્યું હતુ કે, ઉત્તર પ્રદેશમાં સાત ફેબ્રુઆરી 2020થી ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં યોજાશે. જેમાં દુનીયાની મોટી કંપનીઓ ભાગ લેશે. જે ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવી રહી છે, અને ત્યા પ્લાન્ટ સ્થાપવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details