ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JK: બાલાકોટમાં આતંકી કેમ્પ સક્રિય, ભારતીય સેના લડી લેવાના મૂડમાં - બાલાકોટમાં આંતકી સંગઠનોના ઠેકાણા

ચેન્નઈ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે બાલાકોટમાં આતંકી કેમ્પ સક્રિય હોવાની વાત જણાવી છે. આ અંગેની વાત બે દિવસ પહેલા સેના પ્રમુખ બિપિન રાવતે પણ જણાવી હતી. સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચિંતા ન કરો, સેના સંપૂર્ણપણે તૈયાર છે.

terrorist attack in kashmir

By

Published : Sep 25, 2019, 4:25 PM IST

રાવતે સોમવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને બાલાકોટમાં આંતકી સંગઠનોના ઠેકાણા ફરી વાર સક્રિય થયા છે. લગભગ 500 ઘૂષણખોર ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતીય સેના લડી લેવાના મૂડમાં

આ વર્ષની ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સ્થિત જૈશે મોહમ્મદે કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ હવાઈ હુમલો કરી આતંકી ઠેકાણાનો હુરિયો બોલાવી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details