આ દરમિયાન તેમની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, એયર માર્શલ બીએસ ધનોઆ, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
શુક્રવારે રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલ સવારે રાષ્ટ્રીય સમર સ્મારકની મુલાકાત કરીશ અને પોતાના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીશ. જેઓએ રાષ્ટ્રની સેવામાં પોતાનું બલિદાન આપ્યું છે. ત્યારબાદ હું ઔપચારિક રીતે આ દેશના રક્ષા પ્રધાનના રૂપમાં કાર્યભાર ગ્રહણ કરીશ. રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષાને વધારે મજબૂત બનાવવા માટે હું તત્પર છું.
ઉલ્લેખનીય છે કે, ગત મોદી સરકારમાં સિંહની પાસે ગૃહ મંત્રાલય હતું, પરંતુ હવે તેઓ નવા પ્રધાનમંડળમાં સામેલ થયા પછી તેમને રક્ષા મંત્રાલયના કાર્યભારની જવાબદારી સોંપવામાં આવી છે.