રાજનાથ સિંહની એક પછી એક જાહેરસભાઓ
રાજનાથ સિંહ કરનાલ જિલ્લાના અસંધ વિધાનસભા વિસ્તારમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ રાજનાથ સિંહ સોનીપત જિલ્લામાં રાઈ વિધાનસભામાં જાહેર સભાને સંબોધન કરશે. રાઈ વિધાનસભામાં રેલીને સંબોધન કર્યા બાદ રાજનાથ સિંહ ગુરુગ્રામમાં પટૌદી વિધાનસભામાં જાહેર સભા કરશે.
હરિયાણા ચૂંટણી: રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આજે જાહેર સભા, ભાજપ માટે મત માગશે - ભાજપ માટે મત માગશે
ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજથી આઠ દિવસ બાદ 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ભાજપ અને કોંગ્રેસમાં પ્રચારનો ધમધમાટ શરુ થઈ ગયો છે. આ ક્રમમાં આજે ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ આજે હરિયાણામાં જનસભાઓને સંબોધન કરવાના છે. રાજનાથ સિંહ અહીં 3 જાહેરસભા કરી ભાજપ માટે મત માગશે.
bjp rally in haryana
14 ઓક્ટોબરે હરિયાણામાં ઉતરશે ભાજપના મહારથીઓ
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત માટે ભાજપના સૌથી મોટા મહારથીઓ ઉતરશે. આ અંતર્ગત વડાપ્રધાન મોદી હરિયાણામાં પ્રચાર કરશે. જેમાં મોદી 14 ઓક્ટોબરે બલ્લભગઢ, 15એ કુરુક્ષેત્ર અને દાદરી, 18 ઓક્ટોબરે હિસારમાં રેલી કરશે.